જાન્યુઆરી ૨૦૨૫ માં થયેલ સાયન્સિટી પ્રવાસ નો અહેવાલ.
દિનાંક:- ૧૯.૦૧.૨૦૨૫ ના રોજ જ્ઞાનમંદિરના બાળકો માટે સાયન્સિટી ખાતે નો પ્રવાસ યોજવામાં આવેલ.

આ સાયન્સિટી પ્રવાસમાં બાળકો, જ્ઞાનમંદિરના શિક્ષકો અને વાલીઓ તેમજ સહાયકો સાથે કુલ ૮૬૦ જણાનો પ્રવાસ યોજાયો હતો.

આ પ્રવાસમાં બાળકોને લાવવા લઈ જવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

સાયન્સિટી પ્રદર્શન પર પહોંચીને બાળકોને સૌ પ્રથમ માછલીઘરમાં લઈ ગયા ત્યાં ઘણી બધી અલગ-અલગ પ્રકારની માછલીઓ તેમજ બીજા ઘણા પ્રકારના દરિયાઈ જીવ જોયા અને બાળકોએ ખુબ આનંદ કર્યો.

માછલીઘર બાદ બાળકોને રૉબોટ બતાવવામાં આવ્યા ત્યાં રૉબોટને માણસોની જેમ કામ કરતા જોઈ ને ગણુ બધુ નવુ જાણવા મળ્યું.


ત્યારબાદ બાળકોને વિજ્ઞાનને લગતા પ્રયોગો બતાવવામાં આવ્યા જ્યાં બાળકોને નવું શીખવા મળ્યું અને બાળકોએ તેમાં ઘણો રસ લીધો.

ત્યારબાદ બાળકોને વિજ્ઞાનને લગતા પ્રયોગો બતાવવામાં આવ્યા જ્યાં બાળકોને નવું શીખવા મળ્યું અને બાળકોએ તેમાં ઘણો રસ લીધો.

૧૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ થયેલ સાયન્સિટી પ્રવાસમાં બાળકો, કેન્દ્રના વાલીગણ, શિક્ષકો અને કાર્યકર્તા જોડાયેલ જેનું વૃત નીચે મુજબ છે.
| કુલ બાળકો | ૭૮૧ |
|
કુલ શિક્ષકો કેન્દ્રના કુલ વલીગણ કાર્યકર્તા |
૭૯ |
| યોગ | 860 |
